આંકલાવ તાલુકામાં એક દર્દનાક અકસ્માતમાં ત્રણ યુવક મિત્રોએ જીવ ગુમાવ્યો છે. પાદરા તાલુકાના મુંજપુર ગામના મનહર પરેશભાઈ પરમાર, નરેશકુમાર તખતસિંહ પઢીયાર અને રણજીત કૌશિકભાઈ પઢીયાર માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતા.
.
આંકલાવના મોટી સંખ્યાડ ગામે જતી વખતે ચમારાથી બામણગામ વચ્ચે અંબાકુઈ સીમ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. બાઈક નંબર GJ 23 EC 9581 ચલાવી રહેલા મનહર પરમારનું વાહન આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયું. ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક ટ્રોલી સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માતમાં ત્રણેય મિત્રોને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતા ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા.

કૌશિકભાઈ શીવાભાઈ પઢીયારની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
