Aravalli News : અરવલ્લીના ધનસુરા પરિવાર કારથી મહાકુંભ જઈ રહ્યા હતા, ત્યારે મધ્યપ્રદેશના જબલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં દંપતિ સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે. આ દરમિયાન દેશ-વિદેશથી શ્રદ્ધાળુની ભીડ ઉમટી રહી છે, ત્યારે ગુજરાતના અરવલ્લીના ધનસુરા પરિવાર ઈનોવા કાર મારફતે મહાકુંભ ખાતે જઈ રહ્યા હતા.
આ દરમિયાન મધ્યપ્રદેશના જબલપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતી સહિત ત્રણ લોકોના મોત અને બે લોકોને ઈજાગ્રસ્ત પહોંચી હતી.