પાટણ નગરપાલિકાએ આજે ગુલશનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાએ માર્ગ પર આવેલા ત્રણ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી સ્વાગત ફરિયાદના આધારે કરવામાં આવી હતી.
.
ઉલ્લેખનીય છે કે આ દબાણો અંગે ત્રણ વર્ષ પહેલા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાઈ હતી. પાલિકાએ આજે બુલડોઝર સાથે આ વિસ્તારમાં પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાટણ એ-ડિવિઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને આગામી સમયમાં પણ આવા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.



