TiEcon વડોદરા 2023ની સફળતા બાદ હવે આગામી 4 અને 5 ઓક્ટોબર 2024ના રોજ વડોદરા ખાતે 2જી TiEcon વડોદરા 2024 યોજાશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ “ઈનોવેટ ફોર ધ ગ્લોબ” હશે. જેમાં વિકાસની ઉજળી તકોને આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. જેમાં ભારત પાસે માત
.
‘ચાર્જઝોન’ દ્વારા પ્રસ્તુત TiEcon વડોદરા 2024માં 1000થી વધુ પ્રતિભાગીઓ સામેલ થશે. જેમાં ઉદ્યોગના અનુભવીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સફળ ઉદ્યમીઓ, રોકાણકારો, માર્ગદર્શકો, VCs, પ્રોડક્ટ ડેવલપર્સ, ઇન્ક્યુબેટર્સ, સરકારી કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોની લીડરશિપ ટીમો સામેલ છે. ટાઈ કોન 2024માં એક તરફ ફાયરસાઇડ ચેટ્સ અને પેનલ ચર્ચાઓ હશે તો બીજી તરફ માસ્ટર ક્લાસ, રાઉન્ડ ટેબલ, પિચિંગ સેશન્સ, એવોર્ડ જ્યુરી, મેચ-એ-થોન હશે. તેમજ મેન્ટર લેબ વગેરે એક જ દિવસમાં એક જ છત નીચે યોજાશે.
TiE અમદાવાદના પ્રમુખ ભાવિન ભગતે જણાવ્યું હતું કે, TiE અમદાવાદની શરુઆત વર્ષ 2000માં થઇ હતી. ટાઇના વિશ્વભરમાં 60થી વધુ ચેપ્ટર્સ છે. જેમાં ભારતમાં 27 ચેપ્ટર્સ છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત એમ ગુજરાતમાં ત્રણ ચેપ્ટર્સ છે. વડોદરામાં ત્રણ વર્ષથી આ ચેપ્ટર શરુ છે
આ કાર્યક્રમમાં નીચે પ્રમાણેના સ્પીકર્સ તેમજ યુનિકોર્ન અને સૂનિકોર્નના સ્થાપકોની ઉપસ્થિત રહેશે
- અજીત બાલકૃષ્ણન (રેડિફ.કોમ)
- આલોક બંસલ (પોલીસીબજાર/પૈસાબજાર)
- અમિત ગુપ્તા (TiEગ્લોબલ),
- અનિકેત જૈન (ફાઇનો)
- અંકુશ સભરવાલ (ભારતજીપીટી એઆઇ અને કોરોવર એઆઇ)
- કાર્તિકેય હરિયાણી (ચાર્જ ઝોન)
- લતિકા પાઈ (માઈક્રોસોફ્ટ વેન્ચર કેપિટલ અને પીઈ પાર્ટનરશીપ )
- મદન પડકી (1BRIDGE),
- મહાવીર પ્રતાપ શર્મા (TiEઈન્ડિયા એન્જલ્સ અને રાજસ્થાન એંગલ્સ)
- મુરલી બુક્કાપટ્ટનમ (TiEવૈશ્વિક),
- નિખિલ ત્રિપાઠી (બીજક)
- નિખિલ વોરા (સિક્થ સેન્સ વેન્ચર)
- પ્રસિદ્ધિ સિંહ (11 વર્ષ, પ્રસિદ્ધિ ફોરેસ્ટ ફાઉન્ડેશન),
- રાહુલ કોઠારી (રેઝરપે),
- રાજીવ વૈષ્ણવ (કોર્નસ્ટોન વેન્ચર્સ),
- સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ લિ.)
- શ્રધ્ધા શર્મા (યોરસ્ટોરી)
- તન્મય સકસેના (ટાટા 1mg),
- વિવેક પાઠક (ઉબેર એઆઈ)
- યજ્ઞેશ સંઘરાજકા (100x.VC)