બોટાદ એલસીબી પોલીસે 16 વર્ષથી ફરાર ટ્રેક્ટર ચોરીના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી હતી.
.
ગઢડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં ટ્રેક્ટર ચોરીનો કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપી વિશનારામ ભાગીરથરામ બિશ્નોઈ છેલ્લા 16 વર્ષથી ફરાર હતો. એલસીબીને બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાનના સાંચોર ખાતે રમેશ કોલોનીમાં રહે છે.
એએસઆઈ સી.એન.રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ બી.સી.ગોહિલને મળેલી માહિતીના આધારે એન્ટી થેફ્ટ સ્કોડના પીએસઆઈ આઈ.એસ.રબારીએ ટીમ સાથે રાજસ્થાન જઈને આરોપીની ધરપકડ કરી. આરોપી મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના દાંતા ગામનો રહેવાસી છે. હાલ તે સાંચોર-રાણીવાડા રોડ પર રહેતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે.