રાજકોટ શહેર પોલીસે વર્ષ 2025નાં પ્રથમ દિવસથી જ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ કરી છે. જે અંતર્ગત આજે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી હેલ્મેટ રેલી યોજાઈ હતી. જેમાં 200 કરતા વધુ બાઇકમાં હેલ્મેટ પહેરીને 400 જેટલા પોલી
.
પોલીસ કર્મચારીઓએ બાઈક અને સ્કૂટર્સની હેલ્મેટ રેલી યોજાઈ આ અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે નવા વર્ષના પ્રથમ દિવસથી ટ્રાફિક અવેરનેસ મંથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે પોલીસ કર્મચારીઓ દ્વારા બાઈક અને સ્કૂટર્સની હેલ્મેટ રેલી યોજવામાં આવી છે. આખા મહિના દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ લાવવા જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવશે. વાહન ચલાવતા અકસ્માત સરજીને લોકો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકે નહીં તે માટે દંડની કડક કાર્યવાહી કરવાની ફરજ પડે છે. જોકે, દંડ સ્થળ ઉપરથી વસૂલ કરવામાં આવે તો લોકોને ડર રહે છે. જ્યારથી આ જોગવાઈ બંધ થઈ છે ત્યારથી લોકોમાં નિયમોના પાલન અંગે ઢીલાશ જોવા મળી રહી છે. છતાં પોલીસ દ્વારા આ માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ સ્ટાફ સાથે TRB જવાનો પણ રેલીમાં જોડાયા ટ્રાફિક DCP પૂજા યાદવે જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોમાં હેલ્મેટ લોકોની સેફટી માટે ખાસ જરૂરી હોય છે. જેને લઈને આજથી હેલ્મેટ ડ્રાઈવ દ્વારા જ ટ્રાફિક અવેરનેસ માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકોને પણ હું ખાસ કહેવા માગું છું કે, બાઈકમાં સ્લીપ થવાનો અને અકસ્માત થવાનો ચાન્સ વધુ રહેતો હોય છે. આ સંજોગોમાં હેલ્મેટ જીવન રક્ષક બનતી હોવાથી લોકોએ બાઈક ચલાવતી કે તેમાં પાછળ બેસતી વખતે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ રેલીમાં પોલીસ સ્ટાફ સાથે TRB જવાનો મળી 400 જેટલા કર્મચારી 200 કરતા વધુ બાઇકમાં જોડાયા છે. આ હેલ્મેટ રેલી શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ફરીને હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થશે.
માત્ર દંડની વસૂલાત કરવાથી જાગૃતિ આવતી નથી ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ માટે શાળા-કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ કેમ્પ યોજી ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવે છે પરંતુ, આ પોલીસ જ્યારે રસ્તા ઉપર ઉતરે ત્યારે એકમાત્ર દંડ વસૂલવો એ જ તેનો અભિગમ હોય એવું લાગે છે અને વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે ત્યારે પોલીસ દ્વારા તેને મસમોટો દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. જોકે માત્ર દંડની વસૂલાત કરવાથી જાગૃતિ આવતી નથી. જેને લઈને પોલીસ દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયાસો છતાં લોકો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.