વડોદરા પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા દશરથ આઈ.ટી.આઈ. ખાતે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં અત્યારથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી હાલની ટ્રાફિક સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું? તેમજ અકસ્માતો થત
.
200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા નિવારવા માટેના વિદ્યાર્થીઓના વિચારો કેવા છે? તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.આઈ. જે. જે. વસાવા દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક નિયમો અંગેની પત્રિકા વહેંચી વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા, જેમાં આશરે 200 જેટલાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
નવી કલેક્ટર કચેરી ખાતે દર સોમવારે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ થશે અત્યાર સુધી જૂની કલેક્ટર કચેરી ખાતે કાર્યરત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ હવેથી નવી કલેક્ટર કચેરી ખાતે પણ કાર્યરત કરવામાં આવ્યું હતું. આત્મા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવી કલેક્ટર કચેરી ખાતે સપ્તાહના પ્રતિ સોમવારે સવારે 10થી 2 વાગ્યા સુધી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમની ઉપજો લઇ વેચાણ કરવા માટે આવશે. આ માટે કચેરી બહાર ખેડૂતો માટે સ્થાન નિયત કરવામાં આવ્યું છે. અહીં કોઇ પણ નાગરિક વિષમુક્ત ખાદ્યાન્ન અને શાકભાજી, ફળફળાદી ખરીદ કરી શકશે.