શહેર પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. સાથે જ હેલ્મેટને લઈને અલગ-અલગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પોલીસના જ ટીઆરબીમાં ફરજ બજાવતા કર્મચારીનું સવારના સમયે બસ સાથે અ
.
ગંભીર ઈજા થતાં TRB જવાનનું સ્થળે જ મોત મેઘાણીનગર FSL ચાર રસ્તા પાસેથી એફ ડિવિઝનમાં ફરજ બજાવતા TRB જવાન સચિન પટણી પોલીસ સ્ટેશનમાં રજિસ્ટરમાં સહી કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર યુનિવર્સિટીની કોલેજ બસ ત્યાંથી પસાર થતી હતી. જેણે સચિનના બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે સચિનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઈક સ્લીપ થતા સચિનને પગ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ગંભીર ઈજા થતાં જ સચિનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવના જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.
મૃતકના પિતા આ જ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે. આ અંગે F ડિવિઝન ટ્રાફિક પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક સચિનના પિતા ગણપતભાઇ પોલીસ વિભાગમાં ASI તરીકે જ ફરજ બજાવે છે. આજથી 3 મહિના અગાઉ તેઓ FSL ચાર રસ્તા ખાતેના ટ્રાફિક પોઇન્ટ પર જ ફરજ બજાવતા હતા. તેમની બદલી આવતા 1 મહિના અગાઉ તેમને છૂટા કરવામાં આવ્યા છે. પુત્રના મોતના કારણે પરિવાર પણ આઘાતમાં છે. બનાવ બાદ ટ્રાફિક ડીસીપીએ પણ નાગરિકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી છે, જેથી ગંભીર અકસ્માતમાં હેલ્મેટના કારણે જીવ બચી શકે.