કચ્છના પ્રવેશદ્વાર આડેસર પાસે આવેલી ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનની ટ્રકને અટકાવી તેમાં રહેલી ગુવારની બોરીઓ નીચે છુપાવેલો રૂ. 84 હજારની કિંમતનો અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે ચાલક સાથે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચ
.
પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પીઆઇ જેએમ વાળા સ્ટાફ સાથે રાત્રિ ચેકીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચેકપોસ્ટ પસાર કરતી ટ્રક નંબર RJ04-GB-6217ને અટકાવી હતી. ટ્રકની તલાસી લેતા તેમાં રહેલા ગુવારના 487 કટ્ટા નીચેથી ભારતિય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાડમેર જિલ્લાના 25 વર્ષીય ટ્રક ચાલક ખેતારામ મુલારામ જાટની અટકાયત કરી હતી, જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાનના લાભૂરામ પદમારામ, કનારામ જાટ અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ સહીત કુલ ચાર આરોપી સામે પ્રોહિબિશનની કલમ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ.84 હજારના દારૂ સાથે 20 લાખની ટ્રક, રૂ.26.78 લાખની કિંમતનો ગુવારનો જથ્થો અને રૂ.10 હજારના મોબાઈલ ફોન મળી કુલ 47.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.