જામનગર જિલ્લાના લાલપુર ભલારા દાદા રીંગરોડ પર એક ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને કારણે વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

