મહેસાણા5 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
દેશના અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. મંગળવારે ગાંધીનગરમાં બે મહિલાઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા બાદ આજે ગાંધીનગર શહેર અને જિલ્લાના એક એક મળી વધુ બે કેસ સામે આવ્યા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. આ બંને જિલ્લામાં આજે જે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તે ચારેય લોકો દક્ષિણ ભારતના પ્રવાસેથી ગુજરાત પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 16 પર પહોંચી ચૂક્યો છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલ
કેરાલાથી પરત આવેલા બે લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા સમગ્ર