તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારા વિસ્તારમાંથી જુગારના ગુનામાં નાસતા ફરતા બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે PSI એસ.પી. સોઢા અને તેમની ટીમે વ્યારાના ટીચકપુરા બાયપાસ હાઈવે પાસેથી આ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
.
પકડાયેલા આરોપીઓમાં પ્રભાકર ઉર્ફે બન્ટી માળી અને મયુર નામદેવ વાનખેડેનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના વતની છે. આ બંને આરોપીઓ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારધારા કલમ-12(અ) મુજબના ગુનામાં વોન્ટેડ હતા.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમે પાર પાડી હતી. ટીમમાં એએસઆઈ ગણપતસિંહ સહિત અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો.