– એલસીબીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ સામે સવાલો
– પીયાવા અને ખારાઘોડા ગામેથી બે શખ્સોને રૂા. 21 હજારની રોકડ, મોબાઈલ સાથે ઝડપી કાર્યવાહી
સુરેન્દ્રનગર : ચોટીલા તેમજ પાટડી તાલુકામાંથી વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને બન્ને વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યમાન ચોટીલા પોલીસ મથકના પીયાવા ગામના બોર્ડ પાસે વર્લી મટકાના સાહિત્ય સાથે જુગાર રમતા વેદાભાઈ ભસાભાઈ સાકરીયા રહે.ઢેઢુકી તા.વીંછીંયાને રોકડ રૂા.૧૦,૩૨૦ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂા.૧૦,૮૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જ્યારે બીજા બનાવમાં એલસીબી ટીમે એલસીબી ટીમે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન પાટડીના ખારાઘોડા ગામે મસ્જીદ સામે ખુલ્લા ચોકમાંથી બાતમીના આધારે વર્લી મટકાના સાહિત્ય સાથે જુગાર રમતા હુશેનભાઈ અબ્બાસભાઈ મોવર રહે.ખારાઘોડાવાળાને રોકડ રૂા.૧૦,૪૯૦ના મુદ્દમાલ સાથે ઝડપી લીધો હતો અને પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. આમ એલસીબી ટીમે ચોટીલા તેમજ પાટડી તાલુકામાંથી બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.