ગોધરા શહેરમાં આવેલ રાજ્યસભાના સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે સુશાસન દિવસ અંતર્ગત જનસેવા એટલે કે સામાન્ય લોકોને પડતી અસુવિધાઓને સુવિધાઓમાં તબદીલ કરીએ ત્યારે સાચા અર્થમાં સુશાસન દિવસની ઉજવણી કરી કહેવાય જે અંતર્ગત આજરોજ જનઆરોગ્ય કેન્દ્ર રાજ્યસભાના સાંસદ
.
રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના ગોધરા સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે વિવિધ સરકારી સેવાઓ માટેના બે દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેશનકાર્ડ e-KYC, આધારકાર્ડ અપડેટેશન, આયુષ્યમાન કાર્ડ/વયવંદના કાર્ડ જેવી વિવિધ સેવાઓ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓના વિવિધ સરકારી કામો માટે એક જ જગ્યાએ કામ થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વિવિધ સેવાકીય યોજનાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર જાતે ઉભા રહી કેન્દ્ર ખાતે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે હાલમાં સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે કાર્ડધારકોને અગવડ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.