પાટણ જિલ્લામાંથી એસઓજી પોલીસે બીમાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વધુ બે બોગસ ડોક્ટરને પાલડી ગામે થી ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ 26હજાર ના વધુ મુદ્દામાલ સાથે જપ્ત કરી બન્ને બોગસ ડોકટરો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
.
પાટણ એસ ઓ જી પોલીસ સરસ્વતિ નદીનો પુલ,પાટણ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે ભરવાડ પંકજ પોપટભાઈ રહે.પાટણવાળો પાલડી ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ઓરડીઓમાં કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે.
અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ 15638 નો મુદ્દામાલ સાથે અને મનસુરી અરમાન રહીમભાઈ રહે પાટણવાળો પાલડી ગામે બસ સ્ટેશનની બાજુમાં આવેલ ઓરડીમાં ડીગ્રી વગર પેક્ટિસ કરતો ઈસમ ને ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.11,474,91નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરી છે. એસ ઓ જી પોલીસે એન.એસ-2023ની કલમ-319 તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે ગુન્હો સરસ્વતિ પો.સ્ટે ખાતે નોંધી વધુ તપાસ સરસ્વતી પોલીસ ચલાવી રહી છે.