જામનગરના માથાભારે શખસો સામે પોલીસ દ્વારા પાસાનુ શસ્ત્ર ઉગામાયુ છે જેમાં વધુ બે શખસો સામે પાસા દરખાસ્તોને મંજુરી મળતા સ્થાનિક ગુના શોધક શાખાએ સુરતની લાજપોર અને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.એક શખસ સામે જુદા જુદા અગીયાર ગુના નોંધાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. શહેરના પટેલ કોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગર-6માં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મંગળસિંહ ચૌહાણ સામે જુદા જુદા ગુનાના અનુસંધાને સીટી બીના પીઆઇ પી.પી. ઝા અને એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, એએસઆઇ મુકેશસિંહ રાણા સહિતની ટીમ દ્વારા તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે જીલ્લા સમાર્હતા કે.બી. ઠકકર સમક્ષ મોકલાઇ હતી. જે દરખાસ્ત મંજુર થતા તેની સામે પાસાનુ વોરન્ટ ઇસ્યુ થતા સ્થાનિક ગુના શોધક શાખાએ વોરન્ટની બજવણી કરતા તેને સકંજામાં લીધા બાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવા માટે તજવિજ હાથ ધરી છે. આ શખ્સ સામે શરીર સંબંધી, ધાકધમકી આપવી, લૂંટ, ચોરી, પ્રોહિબિશન જેવા અગીયાર ગુના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રોહિત વિશાલભાઇ ઉર્ફે સદામભાઇ શીંગાળા સામે સીટી બી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા પોલીસ વડા મારફતે જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરાઇ હતી. જે ઇસમનુ પાસનુ વોરન્ટ ઇસ્યુ થતા સ્થાનિક ગુના શોધક શાખાએ વોરન્ટની બજવણી કરતા તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દેવા માટે તજવિજ હાથ ધરી છે.
Source link