Updated: Jan 8th, 2024
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગભરામણ થવાથી બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેમાં ખેતીમાં કામ કરતી વખતે ગભરામણ થવાથી ગુલાબપુરા ગામના આધેડ અને વાસણા કોતરિયામા ઇટના ભઠ્ઠાના શ્રમજીવીનો જીવનદીપ બુઝાયો હતો.
ભાદરવા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ ગુલાબપુરા ગામના ભાથુજી મંદિર પાસે રહેતા સુરેન્દ્રસિંહ વખતસિંહ પરમાર ઉંમર 50 ગટર સવારે 11:00 વાગ્યે પોતાના ખેતરમાં ખેતી કામ કરતા હતા. ત્યારે તેમને છાતીમાં દુઃખાવો થતો હોવાનું લાગ્યું હતું. તેથી પરિવારજનોને ગભરામણ થાય છે તેમ કહેતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવની મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામે અસદ બ્રિક્સ નામના ઇંટના ભઠ્ઠા પર શ્રમજીવી તરીકે કામ કરતા રામદિન રામદાસ કથેરિયાને ગત સવારે 11 વાગે કામ કરતા કરતા છાતીમાં દુઃખાવો થવાથી બેહોશ થઈ ગયા હતા તેમને ગોત્રી હોસ્પિટલના લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.