વડોદરા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુવા ટાંકીના ગેટ પાસે 450 મીમી વ્યાસની નળિકા તેમજ વાલ્વ બદલવાની કામગીરી તા.11/01/24ને ગુરૂવારના રોજ સવારના પાણી વિતરણના સમય બાદ હાથ ધરાશે. જાંબુવા ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.11/01/24 સાંજના સમયમાં અને તા.12/01/24 શુક્રવારના રોજ સવારના સમયમાં પાણી વિતરણ કરવામાં આવશે નહી તેમજ તા.12/01/24 શુક્રવારના રોજ સાંજના સમયમાં પાણી વિતરણ વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા અને જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરાઈ છે.
રોજદારી સફાઈ સેવકોને કાયમી નિમણૂક કરવાનો હુકમ વડોદરા