જામનગર શહેરની નજીક આવેલી ઠેબા ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટેન્કરે એક એક્ટિવાને ઠોકર મારી હતી અને એક્ટિવાને ચાલક સાથે 15 ફૂટ સુધી રસ્તા પર ઢસડી હતી. ઠેબા ચોકડી પાસે આવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. આ અકસ
.
CCTVમાં શું દેખાય છે? ટ્રાફિક નિયમના કોઈપણ પાલન વગર ઠેબા ચોકડીએ અસ્તવ્યસ્ત રીતે વાહનો પસાર થઈ રહ્યા છે. દરમિયાન એક યુવક એક્ટિવાથી ચોકડી ક્રોસ કરવા પ્રયાસ કરતો દેખાય છે. એક્ટિવા રોડની વચ્ચોવચ પહોંચી જાય છે, ત્યારે તેની પાછળ એક ટેન્કર તેને અડફેટે લે છે. યુવક ઉછળીને રોડ પર પટકાય છે. ટેન્કર એક્ટિવાને ઘસડે છે, રોડ પર પડેલો યુવક પણ તેની સાથે ઘસડાય છે. આ બનાવ બન્યો ત્યારે સામેના રોડ પર બીજું એક ટેન્કર પણ રોડ પર વળાંક લેવા ઊભું હતું. પરંતુ ટ્રાફિકના કારણે રોડ પર રાહ જોતું દેખાયું હતું.
એક્ટિવાચાલકને ટક્કર મારી
અકસ્માત છતાં ટેન્કરચાલકે તરત બ્રેક ન મારી પ્રાપ્ત માહિતી અનુસાર, ચોકડી પર રોડ ક્રોસ કરતાં એક્ટિવાને ટેન્કરે પાછળથી ઠોકર મારતાં એક્ટિવા સાથે ચાલક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. એકિટવા ટેન્કરના ટાયર નીચે આવી ગયું હતું. ટેન્કર ચાલકે 15 ફૂટ સુધી એક્ટિવાને ઢસડ્યા બાદ બ્રેક મારી હતી. આ દરમિયાન બાઈકચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હતભાગી કોણ છે એ સામે આવ્યું નથી, પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો.
યુવકનો લાશ પીએમ માટે ખસેડી અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ પાસેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો, પરંતુ પોલીસે ટ્રાફિકને વહેલી તકે પુનઃ શરૂ કર્યો હતો.
ટક્કર મારતા ચાલક રોડ પર પટકાયો
એક્ટિવાચાલક રોડ વચ્ચે પહોંચી ગયો ત્યારે ટેન્કર આવ્યું