જામનગરના ગાંધીનગર વિસ્તારના મચ્છર નગરમાં એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બે યુવાનોએ સમયસૂચકતા દાખવી તેનો જીવ બચાવ્યો છે.
.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં 30 વર્ષીય મહિલાએ ચૂંદડી વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક યુવાનોને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બંને યુવાનોએ હથોડા વડે રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ ચાકુથી ચૂંદડી કાપી મહિલાને નીચે ઉતારી હતી. તેઓ પોતાની મોટરકાર દ્વારા તાત્કાલિક મહિલાને જી.જી. હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.