બીલીમોરામાં ફ્રેટ કોરીડોર પર થયેલી એક ગંભીર ઘટનાએ પોલીસની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ટ્રેન અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. તેમાંથી એક યુવક બીલીમોરા રેલવે યાર્ડનો શંકર આદિદ્રવીડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન
.
મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસે યુવકોની ઓળખ માટે કોઈ પ્રયાસ કર્યો નથી. નિયમ મુજબ મૃતદેહને 24 કલાક સુધી રાખવાની જોગવાઈનું પણ પાલન કરવામાં આવ્યું નથી.
મૃતક શંકરની માતા અને બહેને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સાથે બીલીમોરા પોલીસ PI કે.ડી. નકુમને રજૂઆત કરી હતી. PI એ DNA ટેસ્ટ કરાવ્યાનો દાવો કર્યો છે. કોંગ્રેસે આ મામલે DSP ને આવેદન આપવાની તૈયારી કરી છે અને PI નકુમને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, પોલીસે પ્રેસનોટ જાહેર કરી નથી અને વાલી વારસની શોધ માટેના નિયમોનું પાલન કર્યું નથી. મૃતક શંકરની બહેને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ગઈકાલથી ભાઈની શોધ કરી રહ્યા હતા. તેમના ઘરમાં માતા અને બહેન સહિત ત્રણ સભ્યો છે, પરંતુ પોલીસે વાલી વારસની રાહ જોવાની તસ્દી લીધી નથી. બીજી તરફ બીલીમોરા પીઆઈ કે.ડી નકુમ સાથે વાત કરતાં તેમણે ખુલાસો કર્યો છે કે, અકસ્માતમાં બંને મૃતદેહો ન ઓળખાય તેવી સ્થિતિમાં કપાયા હતા, જેને કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી હતી. સાથે જ તેમને પ્રિઝર્વ કરવા પણ શક્ય ન હતા, જેથી તેમના DNA સેમ્પલ લઈને તેમના અંતિમ સંસ્કાર નિયમ મુજબ કરવામાં આવ્યા છે.

