દક્ષિણ ગુજરાતની જીવાદોરી એવો ઉકાઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ 345 ફૂટની સપાટી હાલ પહોંચી ગયો છે. ચોમાસાની સીઝનમાં ઉકાઈ ડેમ એક વખત સંપૂર્ણ ખાલી થઈને પાછો ભરાઈ જાય તેટલું પાણી તાપી નદી મારફતે દરિયામાં છોડી દેવાયું છે. ઉકાઈ ડેમની વર્તમ
.
7644 એમસીએમ પાણી ઉકાઈથી તાપી નદીમાં છોડી મુક્યું હતુ ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં વરસાદ બંધ થવાની સાથે જ સતાધીશોએ પાણીની આવક પણ ઘટીને 34 હજાર ક્યુસેક થતા પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કર્યું હતુ. ફક્ત કેનાલ વાટે 800 આઉટફ્લો ખેતીપાક માટે પાણી છોડવાનું ચાલુ રાખ્યું હતુ, દરમિયાન ઉકાઈ ડેમમાં આ વર્ષે 27મી જુને પાણી આવવાની શરૂઆત થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં ઉકાઈ ડેમમાં કુલ 12040.87 મિલિયન ક્યુબીક મીટર (એમસીએમ) પાણીની આવક આવી હતી. જેમાંથી છ ઓગસ્ટથી લઈને આજદિન સુધીમાં કુલ 7644 એમસીએમ પાણી ઉકાઈથી તાપી નદીમાં છોડી મુક્યું હતુ.
ચાલુ વર્ષે કુલ 12040.87 MCM પાણીની આવક થઈ ચાલુ સીઝનમાં ઉકાઈ ડેમમાં સૌપ્રથમ વખત 27મી જુનના રોજ પાણીની આવક થઈ હતી. જ્યારે પાણીની આવક શરૂ થઈ ત્યારે ડેમમાં પાણીની સપાટી 305.39 ફૂટ હતી. ત્યારબાદ તબક્કાવાર રીતે પાણીની આવક થઈ અને આજે 1 ઓગસ્ટના રોજ પાણીની આવકથી સપાટી 345 ફૂટે પહોંચી ગઈ છે. અત્યારસુધીમાં ડેમમાં પાણીની સપાટી 39.61 ફૂટ વધી અને ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. હવે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે કુલ 12040.87 MCM પાણીની આવક થઈ હતી. તેમાંથી 7644.81 MCM પાણી છોડી દેવાયું હતું. જેટલું પાણી છોડી દેવાયું તેટલા પાણીથી એક વખત ડેમ સંપૂર્ણ ખાલી થઈને ભરાઈ શકે છે.
ફક્ત સિંચાઈ માટે અઢી વર્ષ ચાલે તેટલું પાણી છોડી દેવાયું સુરતને વર્ષ દરમિયાન 480 MCM પાણી પીવા માટે ઉકાઈમાંથી છોડવામાં આવે છે. હવે એક વર્ષમાં 480 MCM પ્રમાણે ગણતરી કરીએ તો ચાલુ મોન્સુનની સિઝનમાં ઉકાઈમાંથી 7644 MCM પાણી છોડી મૂકવામાં આવ્યું છે. એટલે કે, 16 વર્ષ ફક્ત પીવા માટે ચાલે તેટલું પાણી તાપી નદી મારફતે દરિયામાં છોડી દેવાયું છે. તેવી જ રીતે સિંચાઈ માટે એક વર્ષમાં 3242 MCM પાણી છોડવામાં આવે છે. આથી ફક્ત સિંચાઈ માટે અઢી વર્ષ ચાલે તેટલું પાણી છોડી દેવાયું છે.
13 વર્ષના સપાટીનો રેકોર્ડ તૂટ્યો હતો 2006માં જ્યારે વિનાશક પૂર આવ્યું હતું ત્યારે સત્તાધીશો ઉકાઈ ડેમની સપાટી 346 સુધી લઈ ગયા હતા ત્યારબાદ 13 વર્ષ સુધી સપાટી 345 ફૂટે પહોંચી ન હતી. દર વર્ષે 344, 343 ફૂટ સુધી સપાટી જઈને અટકી જતી હતી. 2019માં ઓક્ટોબર મહિનામાં પણ પાણી ચાલુ રહેતા સત્તાધિશો ઉકાઈ ડેમ 100% ભરવાની સાથે 13 વર્ષના સપાટીનો રેકોર્ડ તૂટ્યો હતો. 2019થી સતત છઠ્ઠા વર્ષે એટલે કે, આ વર્ષે 2024માં પણ ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવામાં આવ્યો છે.
ઉકાઈ ડેમની ગ્રોસ કિપેસિટી 7347 મિલયન ક્યુબિક મીટર (એમસીએમ)
- ઉકાઈ ડેમના કુલ 22 દરવાજા
- ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ
- પ્રથમ વખત 27મી જૂને પાણીની આવક આવક શરૂ થઈ ત્યારે સપાટી 305.39 ફૂટ
- ચાર ઓગસ્ટે પ્રથમ વખત ડેમના દરવાજા ખુલ્લા કરીને બે હાઇડ્રો શરૂ
- છ ઓગસ્ટે પ્રથમ વખત ડેમના દરવાજા ખુલ્લા કર્યા
- 1 ઓક્ટોબર સુધીમાં 6 વાર દરવાજા ખોલવામાં આવ્યા
- 30 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠી વખત દરવાજ બંધ કર્યા
- ડેમમાં અત્યારસુધીમાં 12040 એમસીએમ પાણીની આવક થઈ
- 7644 એમસીએમ પાણી છોડી મુકાયુ
- 4396 એમસીએમ પાણીની બચત કરાઈ