કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. જેઓ 298 કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને રૂ.33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાશે. તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અ
.
પ્રેરણા સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો અમિત શાહ જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962થી 1967 સુધી ધોરણ 8થી 11માં ધોરણ સુધી ભણેલા છે. 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં એક સમયે વડાપ્રધાન મોદી અભ્યાસ કરતા હતા. અહીં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા અને રમતોની સાથે 21મી સદીના કૌશલ્યો જેવા કે લેસર કટિંગ, 3D પ્રિન્ટિંગ અને VFX જેવી આધુનિક તકનીકોનું શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
રૂ.33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી , ખો-ખો, જુડો જેવી રમતો માટે જિલ્લા, તાલુકા અને રાજ્ય તેમજ નેશનલ કક્ષા સુધીના ખેલાડીઓ રમી શકાય એવાં મેદાનો જેવી સગવડ મળી રહેશે. આ રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય એવું છે, જેનાથી ખેલાડીઓને સગવડો અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…
2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવતું મ્યુઝિયમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
જે તમે જાણવા માગો છો… મ્યુઝિયમની અંદરથી ફોર્ટ વોલ જોઇ શકાશે
મારે આ મ્યૂઝિયમ જોવા માટે કેમ જવું જોઇએ?
તેમાં અનંત અને અનાદિ એવા વડનગરના સાત સમયખંડની જુદી જુદી ગેલેરીઓમાં પ્રીમૌર્ય, મૌર્ય, ક્ષત્રપ, પ્રિક્ષત્રપ, સોલંકીકાળ, મોગલકાળ અને ગાયકવાડ સમયનો સમગ્ર ઇતિહાસ જાણવા મળશે.
મ્યૂઝિયમ વડનગરમાં જ બનાવવાનો ઉદ્દેશ શું?
ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયેલી પુરાતત્વીય વસ્તુઓના માધ્યમથી વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવું અને 2500 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ શહેરના નિરંતર માનવ વિકાસને પ્રદર્શિત કરવાનો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકાર સાથે મળી પીએસપી પ્રોજેક્ટ લી. દ્વારા સમગ્ર મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
મારે મ્યૂઝિયમ જોવા જવું છે, ક્યારથી જોઇ શકીશ?
વડનગર અમરથોળ દરવાજા નજીક ચાર એકરમાં એશિયાનું પ્રથમ પુરાતત્વીય સંગ્રહાલય ઊભું કરાયું છે. જે આમજનતા માટે 1 ફેબ્રુઆરીથી ખૂલ્લુ મૂકાશે.
મ્યૂઝિયમ જોવાનો કોઇ ચાર્જ ભરવો પડશે?
પર્યટકોને આખે આખું મ્યૂઝિયમ જોતાં લગભગ 3 કલાક જેટલો સમય નીકળી જશે. દેશ-વિદેશના લોકો માટે અલગ ટિકિટ દર રહેશે. જોકે, કેટલો ટિકિટ દર રખાશે તે બે દિવસમાં નક્કી કરાશે.
મ્યૂઝિયમના પ્રથમ માળે શું જોવા મળશે?
મ્યુઝિયમમાં પ્રવેશતાં જ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેમાં પર્યટકો સ્ક્રીન સામે બેસીને હેડફોન મારફતે ઓડિયો-વીડિયો માધ્યમથી વડનગરનો ઇતિહાસ નિહાળી અને સાંભળી શકશે. પ્રથમ માળે પ્રોજેક્ટર છે. જેના પરથી વડનગરનો ઈતિહાસ જાણી શકાશે. તેમજ અલગ અલગ પ્રદર્શન પણ નિહાળી શકાશે.
મ્યૂઝિયમના બીજા માળે શું જોવાલાયક છે?
બીજા માળે પણ સાત કાળનાં અવશેષો મૂકવામાં આવ્યા છે. જેમાં સાતે કાળ દરમિયાન મળી આવેલા માટીના અવશેષો કાચમાં રખાયાં છે. જે દર્શાવે છે કે, અલગ અલગ કાળમાં તે માટી વપરાઇ હતી.
મ્યૂઝિયમના ત્રીજા માળે ખાસ શું જોવાનું છે?
ત્રીજા માળે જૂના સમયના મકાનોનાં બારણાં અને પ્રતિકૃતિઓ, ઘરેણાં, સિક્કા, શંખ, વાસણો, રમકડાં, જૂના સમયનાં તાવીજ, ઓજારો સહિતની સામગ્રી ગેલેરીમાં ગોઠવવામાં આવી છે. દરેક ગેલેરી પર ડિજિટલ સ્ક્રીન લગાવાઇ છે. જેના થકી પર્યટકો સંપૂર્ણ વિગતો જાણી શકશે. ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. પ્રવાસીઓ પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષો જોવા સીડી મારફતે જઈ શકશે, જ્યાં શેડ બનાવેલો છે.