તાલાલાગીર પંથકમાં આ વર્ષે ઉતરાયણની ઉજવણી એક અનોખા અંદાજમાં થશે. ઈકો ઝોન લડત સમિતિ અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણભાઈ રામના નેતૃત્વમાં સ્થાનિક લોકો ઈકો ઝોનના કાળા કાયદા સામે વિરોધ પ્રદર્શન કરશે.
.
ઉતરાયણના દિવસે લોકો “ઈકો ઝોન દૂર કરો” ના સ્ટીકર લગાવેલા પતંગો, ફુગ્ગા અને બલૂન આકાશમાં ઉડાડશે. આ પતંગો ઉડાડ્યા બાદ તેને જાણીજોઈને કાપી નાખવામાં આવશે, જેના દ્વારા સરકારને એક સંકેતાત્મક સંદેશ આપવામાં આવશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર ઈકો ઝોન લાગુ કરશે તો ગીરના લોકો તેને પતંગની જેમ કાપી નાખશે.
લડત સમિતિના નેતાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ બિનજરૂરી કાળા કાયદાને લાગુ કરવાનું ચાલુ રાખશે, તો તાલાલા પંથકના લોકો તેમની ચળવળને વધુ તીવ્ર બનાવશે અને ભાજપ સરકાર વિરુદ્ધ મજબૂત વિરોધ પ્રદર્શન કરશે. આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને લોકો સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માંગે છે.