સુરતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓના આરોગ્ય અને આરામ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. પ્રથમવાર, સુરત એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઇટમાં બેસવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની પ્રક્રિયામાં આરામદાયક
.
સીઆઇએસએફના જવાનો દ્વારા મુસાફરોને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં કસરતો કરાવવામાં આવે છે. આમાં મુખ્યત્વે સાયડ સ્ટ્રેચ, હોરીઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રેચ, તેમજ પિંડળીની મસલ્સ માટેની કસરતો શામેલ છે. કસરતનું મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને તેમના મસલ્સના જકડાવમાં રાહત આપવી, રક્તપ્રવાહ સુધારવો અને લાંબા પ્રવાસ દરમિયાન આરામદાયક અનુભવ પ્રદાન કરવાનો છે.
શિયાળાના દિવસોમાં ખાસ ધ્યાન રાખવું શિયાળામાં ઠંડીના કારણે શરીર સ્ફૂર્તિહીન અને મસલ્સમાં અશક્તિ અનુભવાય છે. CISF દ્વારા શરૂ કરાયેલી આ પહેલ મુસાફરોને યાત્રા દરમિયાન આરોગ્યપ્રદ રહેવા માટે સકારાત્મક પગલું છે. યોગ અને કસરતને યાત્રાની રુટિનમાં ઉમેરવાથી રક્તપ્રવાહ ઝડપી થાય છે અને એનર્જી લેવલ ઉંચો રહે છે.
મુસાફરો માટે આ પહેલ કેમ ખાસ છે? CISFના જવાનોના સહયોગથી આ પહેલ મુસાફરો માટે આરોગ્યપ્રદ પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ બની છે. યોગાસન અને કસરતો કરવાથી માત્ર શારીરિક આરોગ્ય જ નહીં પણ માનસિક શાંતિ પણ મળે છે, જે વિશેષ કરીને લાંબા મુસાફરી માટે આવશ્યક છે.
CISFના અધિકારીએ શું કહ્યું? CISFના અધિકારીએ જણાવ્યું કે, “મુસાફરોની આરોગ્યલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે આ પહેલ શરૂ કરી છે. યોગ અને કસરત માત્ર આરામદાયક મુસાફરી માટે જ નહીં, પરંતુ મુસાફરોના શ્રેષ્ઠ આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.”
મુસાફરોની પ્રતિક્રિયાઓ
- કેટલાય મુસાફરો આ પહેલથી ખુશ છે અને તેમના આભારી છે. તેઓએ કહ્યું કે, “આ પહેલ મુસાફરી પહેલાં શરીર અને મનને તૈયાર કરવામાં મદદરૂપ છે. અમે આ પગલાંને સરાહનીય માનીએ છીએ.”
- સુરત એરપોર્ટ પર શરૂ થયેલી આ પહેલ ગુજરાતના અન્ય એરપોર્ટ માટે પણ પ્રેરણારૂપ બનશે. યોગ અને કસરતને રુટિનમાં સમાવેશ કરવાનો આ પ્રયાસ મુસાફરોના આરોગ્ય માટે સકારાત્મક સાબિત થશે.