પાટડી તાલુકાના દસાડા એછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું અકાળે મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં બાઈક ચાલક પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું, જયારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
.
પાટડી તાલુકાના વણોદ ગામે રહેતું દંપતી વિરમગામ તાલુકાના જખવાડા ગામે બેસણામાં જઈને બાઈક પર પોતાના ઘેર પરત આવી રહ્યું હતું. ત્યારે વરમોર નજીક દસાડા એછવાડા રોડ પર કાર અને બાઈકનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક પતિનું પત્નિની નજર સામે જ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જયારે પત્નીનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પાટડી તાલુકાના દસાડા એછવાડા રોડ પર બપોરના સમયે પૂરઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતિનું મૃત્યુ નીપજયું હતું. જેમાં દસાડા (પાટડી) તાલુકાના વણોદ ગામના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર (આશરે ઉ.વ.36) તથા તેમના પત્ની જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર (આશરે ઉ.વ.35) જખવાડા ગામે સવારે બેસણાની વિધિના સામાજિક કામ અર્થે વિરમગામ તાલુકાના જખવાડા ગામે ગયા હતા અને તેઓ કામ પતાવીને વરમોર થઈ દસાડા એછવાડા રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ જઈ રહ્યાં હતા. જે દરમિયાન વરમોરથી એક કિ.મી દૂર દસાડા એછવાડા રોડ ઉપર સાામેથી પુરઝડપે આવતી કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર સવાર દંપતિને શરીરના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં બાઈકચાલક ગોપાલભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જયારે તેમના પત્ની જાનકીબેન ઠાકોરનું સારવાર દરમિયાન લઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતનની જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે દસાડા એછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું અકાળે મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.