વડોદારા જિલ્લાના અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. 28/11/2024 ને ચોથા ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજવામાં આવશે. જેથી, સંબંધિત નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહે
.
તાલુકા કક્ષાએ પ્રજાના પ્રશ્નો અસરકારક રીતે હલ થશે વડોદરા જિલ્લાના તાલુકા દીઠ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “યોજાવામાં આવનાર છે. વડોદરા જિલ્લાના અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની મળેલ સફળતા પછી નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાએ પ્રજાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા.27/11/2024ને ચોથા બુધવારના રોજ સવારના 11-00 કલાકે તાલુકા સ્વાગત લાયઝન અધિકારીઓની હાજરીમાં યોજાશે.
10 નવેમ્બર સુધીમાં અરજદારોએ પ્રશ્નો મોકલી આપવા આ કાર્યક્રમમાં સાવલી તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર, વડોદરાના અધ્યક્ષ સ્થાને,ડેસર તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરાના અધ્યક્ષસ્થાને તથા મામલતદાર વડોદરા શહેર ઉત્તર તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષસ્થાને થશે. તો સંબંધિત તાલુકાના નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના) પ્રશ્નો લેખિતમાં તા.10/11/2024 સુધીમાં તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રીટની કચેરીઓમાં રૂબરૂમાં રજૂ કરવાના રહેશે. અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.10/11/2024 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે, એમ નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.