Updated: Jan 8th, 2024
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરાના સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ફરતા ફરતા દુમાડ ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે દર્શન પુરોહીત હોટલની સામે તળાવની બાજુમા આવેલા ખુલ્લા ખેતરમા કેટલાંક લોકો જુગાર રમે છે. જેના આધારે સમા પોલીસે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી સાત જુગારી સુરેશભાઈ ભીખાભાઈ માળી, અલ્પેશકુમાર ગણપતસિંહ પરમાર, મંગલ મુલાયમસિંગ દોહરે, નરેશકુમાર દલપતભાઈ પરમાર, કરણ દિનેશભાઈ જોષી, ઉત્તમસિંગ મહીપાલસિંગ રાજપૂત, ગોપાલભાઈ ઉર્ફે સચીન ભીખાભાઈ પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓની અંગજડતી કરતા તથા દાવ પર લાગેલા રૂપિયા મળી 11 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં નવી ધરતી વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા ચાર ખેલીઓ નરેશ નટવરલાલ રાણા,રમેશ જીવાભાઈ જોગાણી, જંયતીભાઈ મોહનભાઈ સોંલકી, કિરીટભાઇ ભીખાભાઈ રાજપુતને ઝડપી પાડ્યા હતા. જુગારીઓની અંગજડતી પર લાગેલા રોકડા 7 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.