Vadodara Visa Fraud Case : કેનેડાના સ્ટુડન્ટ વિઝા કાઢી આપવાના બહાને એજન્ટ મહિલા સહિત બે શખ્સો દ્વારા મહેસાણા જિલ્લાના આધેડ સહિત બે લોકો પાસેથી 16.24 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વારંવાર રૂપિયા પરત માંગવા છતાં નહીં આપી તથા વિઝા પણ નહીં કાઢી આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી આધેડે બે ઠગો વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
મૂળ મહેસાણા જિલ્લામાં રહેતા કનુજી રાજાજી પરમારે ફરિયાદ નોંધાવી છે કે હું કડી બસ સ્ટેશન ખાતે કંડક્ટર તરીકે નોકરી કરી માટે જીવન ગુજરાન ચલાવું છુ. મારા દીકરા દિરપાલસિંહને વધુ અભ્યાસ માટે કેનેડા જવું હોય જેથી મારે મારા દિકરના સ્ટુડંટ વિઝા કઢાવવાના હોય આ વાત મેં મારા ભત્રીજા ધવલને કરી હતી. જેથી ધવલે મને જણાવેલ કે મારા મિત્ર દિલીપ શંકર પટેલના ઓળખીતા વિઝાનુ કામ કરે છે. જેથી મે દિકરા દીરપાલસિંહ અને ભત્રીજા ધવલને આણંદ ખાતે દિલીપભાઈના ઘરે મોકલેલ ત્યાથી તેઓએ દિલીપભાઈએ વિઝાનું કામ કરતા અને વડોદરાના અભિલાષા ચોકડી પાસે ગુણાતીત રેસીડેન્સીમાં રહેતા તેમની માનેલીબેન સંગીતાબેન ઓઝા ઓળખાણ કરાવી હતી અને તે તમારૂ વીઝાનું કામ 100% કરાવી આપશે તેવી વાત કરી હતી. હું તથા મારા પત્નિ નામે તારાબેન આ સંગીતાબેનને મળવા વડોદરા ખાતે તેમના ઘરે ગયા હતા. જ્યાં સંગીતાબેન સાથે સ્ટુન્ડ વિઝાની તમામ વાતચીત કર્યા કરી અમારા પુત્રના તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરાવ્યા બાદ સંગીતાબેને કેનેડા સ્ટુડન્ટ વિઝાનો કુલ ખર્ચ રૂ.15 લાખ થશે અને અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા માત્ર છ માસમાં આવી જશે તેમ જણાવેલ હતું. જેથી અમને આ સંગીતાબેન ઉપર વિશ્વાસ આવી જતા મારા તથા મારા દિકરાના અકાઉંટ માથી ગુગલ પે દ્વારા કુલ રૂ.10.24 લાખ તથા રોકડા 5 લાખ મળી રૂ.15.24 લાખ કેનેડાના સ્ટુડંટ વિઝા કઢાવી આપવાના બહાને દિલીપભાઈ તથા સંગીતાબેન બન્નેએ મળી મેળવી લીધા હતા તેમજ સદનામલિંગ જસબીરસિંહ ગાવરીયાના રૂ.1 લાખ વિઝા લાવી અપાવાના બહાને મેળવી થઈ આજ દિન સુધી મારા દિકરા તથા અન્યના વિઝા કરાવી આપેલ નહી. સંગીતાબેનના ઘરે જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સંગીતાબેન ઘર ખાલી કરી કયાક જતા રહેલ છે. જેથી આ વાત મેં આ દિલીપભાઇને કરતા દીલીપભાઇએ જણાવેલ કે સંગીતાબેન તમારા રૂપીયા પરતના આપે તો હું તમને રૂપીયા પરત આપી દઇશ તેવો વિશ્વાસ આપી આજદિન સુધી કેનેડાના સ્ટુડન્ટ વિઝા કડાવી આપવાના બહાને મેળવી રૂપિયા પરત નહી આપી અમારી સાથે છેતરપીંડી કરી છે.