Updated: Dec 14th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સ્નેહધારા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રામુભાઈ પરમાર રિલાઈન્સ કંપનીમા નોકરી કરે છે. તેમની માતા માતા કાંન્તાબેન રામુભાઈ પરમાર સુભાનપુરા ખાતે હરીઓમ નગર આત્મ જ્યોતી આશ્રમ રોડ ખાતે એકલા રહે છે અને માતાની ઉપરના મકાનમાં ભાડુઆત રહે છે. 10 ડિસેમ્બરના રોજ સવારે પરીવાર સાથે માતા પણ તેમના મકાનને લોક કરી ભરૂચ આવવા નીકળ્યા હતા. ભરૂચ ખાતે મારી બહેનના પુત્રનું અવસાન થયું હોવાથી માતા ભરૂચ ખાતે રોકાયેલા હતા જ્યારે તેઓ પરત આવી ગયા હતા. દરમિયાન બુધવારે તેમની માતાના મકાનની બાજુમા રહેતા પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારા માતાના મકાનનુ તાળુ તુટેલ છે અને દરવાજો બહારથી ખુલ્લો છે. જેથી તેઓ તુરંત માતાના ઘરે આવીને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો. જ્યારે તીજોરીમા મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 20,000 રૂપિયા 98,800/ની માલમતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જેથી તેઓ ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીનીફરિયાદ નોંધાવી છે.