ગોધરા : પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે મંગળવાર રાતથી સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેમા ગોધરાના ૭ સભ્યનો પરિવાર મંગળવારની મધરાતે સંગમ ઘાટ તરફ સ્નાન કરવા ૧.૩૦ કલાકે જઈ રહ્યું હતું. તે દરમ્યાન અચાનક જ બેરીકેટ તુટતા ભાગદોડ મચી ગઈ હતી. જેમાં પરિવારનો ૭ વર્ષનો કિશોર દબાઈ ગયો હતો. બાળકે ભારે બૂમાબૂમ કરતા ઉત્તર પ્રદેશ પોલીસ મદદ માટે દોડી આવી હતી કિશોરને બચાવી લેવાયો હતો.