રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો
Updated: Dec 10th, 2023
વડોદરા, રખડતા કૂતરાએ સિનિયર સિટિઝનને બચકું ભરી લીધું હતું. જ્યારે ખોડિયાર નગર નજીક ગાય રસ્તામાં આવી જતા બાઇક સવારને ઇજા થઇ હતી.
ફતેપુરા વિસ્તારમાં રહેતા કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઇ પરમાર આજે સવારે ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરીને ઘરે પરત જતા હતા. તે સમયે રખડતા કૂતરાએ તેઓને બચકું ભરતા આંગળી પર ઇજા થઇ હતી. આ વિસ્તારમાં રખડતા કૂતરાઓ જતા આવતા રાહદરીઓની પાછળ અવાર – નવાર દોડતા હોય છે. આ અંગે કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરવા છતાંય કૂતરાઓનો ત્રાસ ઓછો થતો નથી.
ખોડિયાર નગર સીતારામ નગરમાં રહેતા રાજુભાઇ રૃપચંદભાઇ સાવ ( ઉ.વ.૩૭) આજે બપોરે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇને બાઇક પર ઘરે પરત જતા હતા. તે સમયે રોડ પર અચાનક ગાય આવી જતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સુધારા પર છે.