વડોદરામાં એક જીમ ટ્રેનરની પજવણીથી ત્રાસી ગયેલી યુવતીએ તેને પાઠ ભણાવતા પોતાના પિતાની હાજરીમાં ટ્રેનરે માફી માગી લીધી હતી.
મૂળો મહારાષ્ટ્રની યુવતી ખાનગી કંપનીમાં જોબ કરતી હોવાથી ભાડાના મકાનમાં રહેતી હતી અને ફીટનેસ જાળવવા માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક જીમમાં નિયમિત જતી હોવાથી જીમ ટ્રેનરની તેના ઉપર નજર ઠરી કરી હતી અને તે તેના નજીકમાં આવવાનો પ્રયત્ન કરતો હતો.પરંતુ યુવતી ટ્રેનરની નજર પારખી ગઈ હતી અને રિસ્પોન્સ આપતી ન હતી.
દરમિયાનમાં યુવતીએ ભાડાનું મકાન બદલી નાખ્યું હતું અને બીજે રહેવા ગઈ હતી તેમજ જીમમાં આવવાનું પણ બંધ કર્યું તેમ છતાં જીમ ટ્રેનર યુવતીના મોબાઈલ પર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા માટે આ ગ્રહ પણ કરતો હતો.
ગઈકાલે જીમ ટ્રેનર યુવતી ની પાછળ પાછળ તેના ઘર સુધી પહોંચી ગયો જેથી યુવતીએ અભયમની મદદ લીધી હતી. અભયમ ની ટીમે ટ્રેનર તેમજ તેના પિતાને બોલાવ્યા હતા અને યુવતીને પચવવાની હરકતો કાયદાકીય રીતે અપરાધ બનતો હોવાની જાણ કરતા ટ્રેનરે પોતાની ભૂલ કબૂલી હવે પછી ક્યારે પણ પજવણી નહીં કરે તેવી લેખિતમાં ખાતરી આપી હતી.