Updated: Jul 4th, 2024
Theft Case in Vadodara : ગોધરા ખાતે ઘર કોડ ચોરીઓમાં સંડોવાયેલો આરોપી આજે વડોદરા પોલીસના હાથે ઝડપાઈ જતા તેને ગોધરા પોલીસને સોપવા તજવીજ કરવામાં આવી છે.
વડોદરાના આજવા-વાઘોડિયા રોડ વચ્ચેના વિસ્તારમાં પોલીસને જોઈ એક કાર ચાલક ભાગવા જતા પોલીસે તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પકડાયેલો શખ્સ રાજેન્દ્રસિંગ રાજુસિંગ સીકલીગર (હાલ ચામુંડા નગર,આજવા રોડ મૂળ રહે.,એકતા નગર, આજવા રોડ) હોવાનું ખુલ્યું હતું.
રાજુ સિંઘ સામે ગોધરા પોલીસ સ્ટેશનમાં ચોરીના આઠ ગુના નોંધાયા હોવાની તેમજ અત્યાર સુધીમાં સતત ચોરી રાયોટીંગ, દારૂ જેવા કુલ 13 ગુના નોંધાયા હોવાની અને બે વાર પાસામાં જેલ જઈ આવ્યો હોવાની વિગતો ખુલી હતી. પોલીસથી બચવા માટે તે કાર લઈને ફરતો હોવાથી પોલીસે તેની કાર પણ કબજે કરી ગોધરા પોલીસને જાણ કરી છે