વડોદરા,પતંગની દોરીના કારણે બે યુવકોેને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
નિઝામપુરામાં રહેેતો ધુ્રવ અજીતભાઇ સોલંકી ( ઉં.વ.૨૦) અને તેનો મિત્ર રોનક બાઇક લઇને હાથીખાના બજારમાં અનાજ લેવા માટે જતા હતા. તેઓ નરહરિ હોસ્પિટલથી કલ્યાણ નગર વાળા રોડ પરથી પસાર થતા હતા. તે સમયે પતંગની દોરી આવી જતા ધુ્રવને ગળા પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં ગાજરાવાડીમાં રહેતો ૨૪ વર્ષનો યુવરાજ મહેશભાઇ રાઠોડ ગાજરાવાડી અર્બન સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. આજે બપોરે તે સુદામાપુરી અર્બન સેન્ટરમાં બાઇક લઇને જતો હતો. તે દરમિનાય પતંગની દોરીના કારણે નાક પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને નાક પર ત્રણ ટાંકા આવ્યા હતા. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.