Vadodara : વડોદરામાં કુંભારવાડા પોલીસે વારસિયા વિસ્તારમાં આવેલી પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ વિરુદ્ધ હથિયારબંધીના પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુંભારવાડા પોલીસની ટીમ 13 એપ્રિલના રોજ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન પોલીસ કંટ્રોગ રૂમ તરફથી વર્ધી મળી હતી કે પોપ્યુલર બેકરીના ખાચામાં સાંઈબાબાના મંદીર પાસે એક ઈસમ ઝઘડો કરે છે. જે વર્ધીના આધારે કુંભારવાડા પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઈસમ જાહેરમાં તલવાર લઈને ઉભો હતો. જેથી પોલીસે તેને પકડી નામ પુછતાં તેણે પોતાનું નામ જયદિપ કનુભાઈ રાઉલજી (રહે.ગાંધી ફળીયુ છાણી ગામ રાણાવાસ વડોદરા શહેર)નું હોવાનુ જણાવ્યું હતું. તેની પાસે રહેલી તલવાર બાબતે પુછતા ઇસમ ગભરાઇ ગયો હતો અને પોતે જાહેરમાં કોઈ જાનહાની કરવાના ઈરાદે પોતાની પાસે રાખેલ હોવાનુ જણાઈ આવ્યું હતું. પોલીસે જયદીપ રાહુલજી ને ઝડપી પાડીને તેની પાસેથી તલવાર કબજે લઈને તેના વિરુદ્ધ પોલીસ કમિશ્નરના હથિયાર બંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.