Vadodara Crime Branch : અગાઉ 17 જેટલી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહનચોરને ચોરીની બાઈક અને મોબાઈલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ભુતડીઝાપા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બે મોપેડ, એક બાઈક અને મોબાઈલ મળી રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરતાં ઇસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવાની સુચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના કરવામાં આવી હતી. જેના ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાહનચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધમા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા ફરતી હતી. તે દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેઇન્ટર શેખ (રહે.નાગરવાડા વડોદરા)નો હાલમાં તેની પાસેની સ્પ્લેન્ડર મોટર સાયકલ અને મોબાઇલ ફોન વેચી નાંખવાના ફીરાકમાં ભુતડીઝાપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઇડમાં જાહેરમાં હાજર છે. આ ઇસમ પાસેની મોટર સાયકલ અને મોબાઇલ ફોન ચોરીનો શંકાસ્પદ છે. દરમ્યાન ટીમે મળેલ માહીતી આધારે ભુતડીઝાપા બસ સ્ટેન્ડ સામે જઇ તપાસ કરતાં સ્થળ પર મોટરસાયકલ સાથે એક ઇસમ હાજર હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ તેની પાસેની મોટર સાયકલ ચાલું કરી નાસવાની કોશીશ કરતો જણાયો હતો. મોટર સાયકલ સાથે કોર્ડન કરી અસ્લમ ઉર્ફે પેઇન્ટર યુસુફભાઇ શેખ (રહે. આમોદ, ખુશ્બુ હોટલ સામે, કે.જી.એન ગેરેજ પાછળ જી.ભરૂચ મુળ રહે. કાગદીવાડ દરગાહ સામે, મચ્છીપીઠ, રાવપુરા)નો હોય તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી મોબાઈલ તેમજ મોટર સાયકલના બીલ-પેપર્સ અંગેના આધાર પુરાવા તેની પાસે માંગતા ન હતા. આરોપીની પુછપરછ દરમ્યાન આ ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ અટલાદરા ખાતેથી ચોરી કરેલાની અને મોબાઇલ પોર ખાતેથી ચોરી કર્યો હતો અને છેલ્લા છ માસમાં વડોદરા શહેરમાંથી ત્રણ મોપેડની ચોરી કરેલાની હકીકત જણાવી હતી. આ આરોપી દ્વારા ચોરી કરેલ બે એકટીવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતાં આ અંગે વડોદરા શહેરના વાડી, અટલાદરા, અકોટા, માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વરણામા પો. સ્ટે.મા વાહન તેમજ મોબાઇલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ અંગે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે. ઉપરાંત પોલીસે સ્થળ ઉપર એક બાઈક અને મોબાઈલ મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.