વડોદરા,ગાજરાવાડીમાં એક મકાનમાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો રાખનાર વ્યક્તિ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, ગાજરાવાડી ગોકુલનગરમાં એક શખ્સ પોતાના ઘરે ગેરકાયદે ફટાકડાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિકાસ નારાયણભાઇ તડવી મળી આવ્યો હતો. તેના ઘરમાં તપાસ કરતા બેડરૃમમાં અભરાઇ પરથી ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે અલગ – અલગ પ્રકારના ફટાકડાના કુલ ૪૧ બોક્સ કિંમત રૃપિયા ૪૯,૩૫૦ ના કબજે કર્યા હતા. તેની પાસે ફટાકડા વેચાવાનું લાયસન્સ નહતું.