Vadodra Youth Drowning : ઉતરાયણ દરમિયાન અકસ્માત તેમજ દુર્ઘટનાના બનાવો બનતા હોય છે ત્યારે ગઈકાલે મોડી સાંજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક બાળક પતંગ લેવા જતા તળાવમાં ડૂબી ગયો હોવાનું બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાથમિક વિગતો મુજબ સુભાનપુરા સ્લમ ક્વાર્ટર એરિયામાં આવેલા તળાવમાં ગઈકાલે એક બાળક પતંગ પકડવા માટે જતા અંદર પડ્યો હોવાનું બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વારસિયાના ગણેશ નગર વિસ્તારમાં રહેતો રોનક નામનો આ કિશોર તેના પિતા સાથે ફ્રુટની લારી પર હતો. તે દરમિયાન પતંગ પકડવા નીકળ્યો હોવાની માહિતી મળી છે. તળાવ નજીક તેના ચંપલ મળી આવતા તે અંદર પડ્યો હોવાની આ શંકા મજબૂત બની હતી. છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમે આજે સવારે શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.