વડોદરાઃ ગોરવા વિસ્તારમાં તાજેતરમાં પકડાયેલા ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોરવા પોલીસે અર્જુન અશોકભાઇ માળીને ઝડપી પાડી ૧ કિલો ઉપરાંતનો ગાંજો કબજે કર્યો હતો.પૂછપરછ દરમિયાન આ જથ્થો હરિશ ઠાકોરે મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.
એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન હરિશ ઉર્ફે ભયલુ મગનભાઇ ઠાકોર(સંતોષ નગર,હાઇટેન્શન રોડ,સુભાનપુરા)ને ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપ્યો હતો.