વડોદરાઃ મધ્યપ્રદેશથી દારૃનો જથ્થો મંગાવનાર વડોદરાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવા તજવીજ કરી છે.
છોટાઉદેપુર પોલીસે ગઇ તા.૩૦મી ઓગષ્ટે મધ્યપ્રદેશથી દારૃની ૨૬૪ બોટલ ભરીને આવતી કાર સાથે ખેપિયાને પકડતાં દારૃનો જથ્થો વડોદરાના ડભોઇરોડ ખાતે રહેતા ધર્મેશ ઉર્ફે ધમા પ્રજાપતિએ મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.
જેથી ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી ધર્મેશ ધનસુખભાઇ પ્રજાપતિ(હનુમાન ટેકરી,ડભોઇ રોડ)ને ઝડપી પાડયો હતો.ધર્મેશ અગાઉ પણ બોડેલી ખાતે નોંધાયેલા દારૃના ગુનામાં પકડાયો હતો.