બાઇક પર દોરીનો જથ્થો લઇને વેચવા માટે નીકળ્યો હતો
Updated: Dec 30th, 2023
વડોદરા,ઉતરાણમાં લોકોના જીવ માટે જોખમી એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા આરોપીને પીસીબી પોલીસે માંજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.
ઉતરાયણમાં પતંગ ની દોરીના કારણે થતી જીવ લેણ ઇજાઓને નિવારવા માટે પોલીસ કમિશનર દ્વારા ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગઈકાલે પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વિશ્વામિત્ર ઝૂંપડપટ્ટી મહાકાળી નગરમાં રહેતો પવન ઉર્ફે નિમેષ નાનજીભાઈ માળી ચાઈનિઝ દોરીને રીલો મંગાવી વેચાણ કરે છે. તે બાઈકમાં દોરીનો જથ્થો મૂકી વેચવા માટે ફરે છે અને હાલમાં તે અવધૂત ફાટક પાસે ઉભો છે. જેથી, પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુબજ, પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને પવન ઉર્ફે નિમેષને પકડી લીધો હતો. તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી ની સાત રીલ મળી આવી હતી. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ચાઈનિઝ દોરીની રીલો તથા બાઇક અને મોબાઈલ ફોન મળી કુલ ૬૧,૩૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે.