નાસતા ફરતા અન્ય આરોપીની શોધખોળ કરતી પોલીસ
Updated: Dec 11th, 2023
વડોદરા,આજવા રોડ પર લારી લઇને ઉભા રહેતા શ્રમજીવીઓ પાસેથી ચપ્પુ તથા તલવારની અણીએ રૃપિયા પડાવી ગુંડાગીરી કરનાર આરોપીને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી અપાયો છે.
કિશનવાડી વુડાના મકાનની બાજુમાં સવિતા પાર્ક સોસાયટીમાં રહેતા નિર્ભાનસિંહ જયસિંહ પાલ આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ચલાવે છે. સુફિયાન સૈયદ તથા જાફર ઘાંચીએ તલવાર અને ચપ્પુ બતાવી તેના પેન્ટના ખિસ્સામાંથી ૧,૨૦૦ રૃપિયા કાઢી લીધા હતા. બંને આરોપીઓએ એવી ધમકી આપી હતી કે,જો પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. આરોપીઓએ અન્ય લારીવાળાઓને પણ ધમકાવી રૃપિયા ઉઘરાવ્યા હતા. પોલીસે સુફિયાન સૈયદની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કરેલી રિમાન્ડ અરજી નામંજૂર થતા આરોપીને જેલમાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.