રજાના દિવસોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની વ્યવસ્થા પડી ભાંગતા તંત્ર દોડતું થયું છે.ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસની રજાના સમયગાળા દરમિયાન અંદાજે ૮ થી ૧૦ લાખ પરિક્રમાવાસીઓ ઉમટી પડતાં અંધાધૂંધી સર્જાઇ હતી.જેને કારણે પરિક્રમાવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.અનેક લોકોએ કહ્યું હતું કે,મહાકુંભની વ્યવસ્થા પરથી રાજ્યના અધિકારીઓએ બોધ લેવા જેવો હતો.
આ ઉપરાંત ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં અવ્યવસ્થાને કારણે અનેક પરિક્રમાવાસીઓને અધવચ્ચે થી પરત ફરવું પડયું હતું.
તો બીજીતરફ આજે આખો દિવસ ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.૨૦ જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી મંગાવી હતી.જ્યારે,૫૦ હોડીઓ ઉપલબ્ધ છે અને વધારાની ૩૦ હોડીઓ મંગાવવામાં આવી છે.આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે એસડીઆરએફને તૈનાત રાખવામાં આવી છે.