વીજ લાઇનને સીડી અડી જતા બે શ્રમજીવી દાઝી ગયા હતા
Updated: Dec 31st, 2023
વડોદરા, ઉંડેરાના પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વીજ કંપનીની વીજ લાઈનને સીડી અડી જતા ખાનગી કંપનીનું કામ કરતા બે શ્રમજીવી દાઝી ગયા હતા. બીજા શ્રમજીવીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
શહેરની નજીકના ઉંડેરા ગામમાં આવેલા પેટ્રોલ પંપની પાછળ કંપાઉન્ડમાં રહેતો મૂળ બિહારનો બ્રિજેશ મદનભાઇ યાદવ ( ઉ.વ.૨૫) તથા બહરન ચૌહાણ ઉંડેરાના પેટ્રોલ પંપ નજીક કામ કરતા હતા.ગત તા.૨૯મી એ સવારે સીડી લઇને પેટ્રોલ પંપ પાસેના રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ લાઇનને સીડી અડી જતા બંને કામદારોન સખત રીતે દાઝી ગયા હતા. જે પૈકી બ્રિજેશ યાદવનું તે જ દિવસે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કામદાર બહરન જગુભાઇ ચૌહાણ ( ઉ.વ.૪૮) ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું આજે સવારે મોત થયું હતું.