વડોદરા,ગેરેજના કારીગરે મજૂરીના પૈસા માંગતા કાર ચાલકે પૈસા નહીં આપી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ રોડ સોમા તળાવ પાસે વિજયવાડીમાં રહેતા રામકિશોર રામઅવતારપાસે ગેરેજ ચલાવે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું સોમા તળવા પાસે સંજીવની હોસ્પિટલની સામે રામકિશોર મોટર્સ નામથી ગેરેજ ચલાવું છું. ગઇકાલે સવારે નવ વાગ્યે હું મારા ગેરેજ પર હતો. બપોરે ૧૨ વાગ્યે મારા ગેરેજ પર એક વ્યક્તિ કાર લઇને રિપેરીંગ માટે આવ્યો હતો. કાર મૂકીને તે જતો રહ્યો હતો. મેં કાર ચેક કરતા કારમાં ઇસીએમ માં પ્રોબ્લેમ જણાઇ આવ્યો હતો. સાંજે ચાર વાગ્યે સાંજ ેચાર વાગ્યે સદ્દામ શેખ તથા અન્ય એક વ્યક્તિ ગેરેજ પર આવ્યા હતા. મારા દીકરાએ કહ્યું કે, કારમાં ઇસીએમમાં પ્રોબ્લેમ છે. રિપેરીંગ માટે ૧૨ હજારનો ખર્ચ થશે. તેણે રિપેરીંગની ના પાડતા મારા દીકરાએ તેઓની કાર જે કન્ડીશનમાં હતી. તે કન્ડીશનમાં ફિટ કરી આપી હતી અને મજૂરી પેટે ૧ હજારની માંગણી કરી હતી. પરંતુ, સદ્દામ શેખે રૃપિયા આપવાની ના પાડી હતી અને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તેણે ફોન કરીને અન્ય લોકોને બોલાવી લીધા હતા. તેઓએ ભેગા મળીને અમને માર માર્યો હતો. ચાર હુમલાખોરો પૈકી સદ્દામે અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.