ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ટૂંકી માંદગી બાદ ગઈ રાત્રે દુઃખદ અવસાન થયું છે ત્યારે તેઓનો વડોદરા સાથેનો નાતો રહ્યો હતો. જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ દરેક માટે સ્વર્ગસ્થ મનમોહન સિંહ એક સન્માનીય વ્યક્તિ હતા. તેઓ નાણામંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી હતા ત્યારે પણ વડોદરા ની મુલાકાતે આવ્યા હતા. તે સમયના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ મનમોહન સિંહને શબ્દાંજલી આપતા મેસેજ સોશિયલ મીડિયા પર મૂક્યા છે તેમાં વડોદરાની મુલાકાત સમયે મનમોહન સિંહનું નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું તે સમયની તસવીર મૂકી છે જેમાં પૂર્વ મેયર સુનિલ સોલંકી અને પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા પણ ઉપસ્થિત હતા.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ્યારે સ્વર્ગસ્થ મનમોહન સિંહ નાણામંત્રી હતા ત્યારે વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા તે સમયે વડોદરાના બુદ્ધિજીવી અને ઉદ્યોગપતિઓનું એક સંમેલન હરણી સ્થિત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલના નિવાસ્થાને રાખ્યું હતું ત્યારે આઈપીસીએલના ચેરમેન સ્વર્ગસ્થ હસમુખભાઈ શાહ સહિત ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્જિનિયરો સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા તે સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને તેમના પિતાશ્રી ધુળાભાઈ પટેલે મનમોહન સિંહનું સ્વાગત કર્યું હતું અને તેમના દાદી અને પરિવારજનોની ખબર અંતર પણ પૂછી હતી.
એ જ પ્રમાણે કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી પણ મનમોહન સિંહ સાથે ચૂંટણી દરમિયાન વડોદરાની મુલાકાત સમય સાથેની સાથે રહી ગુજરાતની તે સમયની ચૂંટણીની જાણકારી આપી હતી.