Updated: Dec 14th, 2023
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
વડોદરા શહેર જિલ્લામાં આગામી ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ થતી રહેતી હોય છે ત્યારે તેને રોકવા માટે પોલીસ એક્શનમાં આવી છે ગઈકાલે તાલુકા પોલીસે સેવાસી પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
31 ડિસેમ્બર ની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે તો બીજી બાજુ પોલીસને પણ જ્યાં જ્યાં જાણકારી મળે છે ત્યાં ત્યાં દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડવા ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઈકાલે વડોદરા જિલ્લા પોલીસ હસ્તકના તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે તાલુકા પોલીસે મોડી રાત્રે સેવાસી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ટ્રકોનું ચેકિંગ કરતા એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો જણાઈ આવ્યો હતો.
તાલુકા પોલીસે સેવાસી ચેકપોસ્ટ પરથી ઝડપી પાડેલા દારૂના જથ્થા ની કિંમત અંદાજે રૂપિયા ચાર લાખથી વધુની હોવાનું જાણવા મળે છે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોના ત્યાં ઉતારવાનો હતો તે અંગે પોલીસે હાથ ધરી છે.