Updated: Jan 11th, 2024
Image Source: Freepik
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાટણ ગામની વારસાઈ જમીન પચાવી પાડવા કારસો પિતરાઈ ભાઈએ રચ્યો હતો અને પિતરાઈ બેન અને પિતાનું નામ કમી ખોટું પેઢીનામુ બનાવી ખોટા સાક્ષી ઊભા કરી તત્કાલીન તલાટી મંત્રી પાસે તે મંજૂર કરાવ્યું તેની જાણ પિતરાઈ બેનને થતા પિતરાઈ ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના પાટણ ગામના ઝવેરીપુરા વિસ્તારના સરદાર આવાસ કોલોનીમાં રહેતા કૈલાશબેન તળજાભાઇ રાઠોડે પાદરા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે ગામની સીમમાં બ્લોક નંબર 181 માં તેમના દાદા નરસિંહ ધુળા રાઠોડની જમીન આવેલી છે. હા જમીન ના વારસદાર તરીકે ઉદેશીહ નરસિંહ રાઠોડ, તળાજા નરસિંહ રાઠોડ, મગન નરસિંહ રાઠોડ એમ ત્રણ ભાઈઓના નામ ચાલતા હતા. તે પૈકી ઉદેસિંહ તથા કૈલાશબેનના પિતા તળજાભાઈના મોત નીપજ્યા હતા. અને કૈલાશબેન ના લગ્ન નાગજી ફુલાભાઈ જાદવ સાથે થઈ ગયા હતા. તેનો લાભ લઇ ઉદેશી ના દીકરા અને કૈલાશબેનના પિતરાઈ ગોકળભાઈએ આ જમીનનો હક જતો કરવા માટે કૈલાશબેન ના પિતા તળજાભાઇનો ખોટો સંમતિ લેખ વર્ષ 2007મા બનાવ્યો હતો અને ખોટી સહી કરી ગામના તલાટી કમ મંત્રી હુસૈનમિયાં હઝરતમિયા સૈયદ (હાલ નિવૃત્ત છે) પાસે ખોટું પેઢીનામુ તૈયાર કરાવ્યું હતું. આ પેઢીનામામા કૈલાશબેનના પિતા તળજાભાઇ ને હૈયા જ બતાવી અને તેમના વારસો હોવા છતાં પેઢીમાંથી નામ કમી કરી દીધા હતા. અને સાક્ષી તરીકે ભુપત મોતી પઢિયાર, સાલમ પૂનમ પરમાર, મગન છગન પરમારને તલાટી સૈયદ સામે રજૂ કર્યા હતા. સૈયદે તે માન્ય કર્યા હતા. આ ખોટા પેઢીનામાનો સાચા તરીકે ઉપયોગ કરી તારીખ 9 ફેબ્રુઆરી 2007માં નોંધને પ્રમાણિત કરાવી હતી. અને નોટિસ થકી તળજા નરસિંહભાઈ રાઠોડના ડુબાડયા હતા. તેની જાણ કૈલાસબેનને થતા પિતરાઈ ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી
આરોપીઓના નામ
૧) ગોકળ ઉદેસિંહ રાઠોડ
૨) ભુપત મોતી પઢિયાર
૩) સાલમ પૂનમ પરમાર
૪) મગન છગન પરમાર
૫) તલાટી કમ મંત્રી હુસૈનમિયાં હઝરતમિયા સૈયદ