આ ઉત્સવ દરમિયાન ભક્તો માટે મંદિર સવારે ૬ થી રાત્રિના ૧૦ સુધી ખુલ્લુ રાખવામાં આવશે.
Updated: Dec 11th, 2023
વડોદરા,વડોદરામાં આરવી દેસાઇ રોડ પર આવેલા શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત ઐતિહાસિક શ્રી ખંડેરરાવ મંદિરે ચંપાષષ્ઠી ઉત્સવ તા.૧૩ થી ૧૮ સુધી ઉજવાશે.
૧૮મીએ શ્રીજીનો વરઘોડો નીકળશે અને મંદિર ખાતે મંગળવિવાહ થશે
તા.૧૭ની સાંજે ૪.૩૦ કલાકે શ્રી બોલાઇ માતા મંદિરથી ”પીઠી” લઇને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે ગાજતે જશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. સાંજના ૪.૩૦ થી ૬ દરમ્યાન ”પીઠી” વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે. શ્રીજીના લગ્નોત્સવનો વરઘોડો ”પાલખીમાં” તા.૧૮ના રોજ સાંજે ૫ કલાકે શ્રી બોલાઇ માતાના મંદિરથી વાજતેગાજતે નીકળશે. જેમાં ભક્તગણ, ભજન મંડળી જોડાશે. વરઘોડામાં ઘોડાગાડી વલ્હાર, વારકરી ભક્તો જયરત્ન બિલ્ડીંગ થઇને ટાંકાકુઇ પોલીસ સ્ટેશનથી શ્રી ખંડેરાવ મંદિર ૭.૩૦ કલાકે પહોંચશે.
શ્રીજીના ”શુભ મંગળવિવાહ” રાજવી પરિવારની ઉપસ્થિતમાં યોજાશે. તેઓના શુભ હસ્તે મંગલમય પુજન અને આરતી થશે. ”પાલખીમાં” શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. મંદિર તા.૧૮ની સવારના ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શનાર્થી માટે ખુલ્લુ રાખવામાં આવશે.